લેબલ ગ્લોબલ વોર્મિગનું અભ્યારણ્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગ્લોબલ વોર્મિગનું અભ્યારણ્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, નવેમ્બર 30, 2009

હું સાંભળું છું...ચાર્લ્સ રોપેર ..(પુસ્તક --ગ્લોબલ વાર્મિંગ માંથી )

હું સાંભળું છું............

હું વૃક્ષો ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"માથું "ઊંચું" રાખો, ફળવંત બનો,
--એકલા રહો કે સંગાથ માં રહો,
સમય સાથે તમારો "વિકાસ" થશે જ".

હું સૂર્ય ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--બીજાને તમારી હુંફ નો અનુભવ કરવા દો,
--કોઈ અપેક્ષા વિના કાર્ય કરતા રહો,
--તમારી જાત સોપી દો .

હું પર્વતોને , સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"જ્યાં છો ત્યાં રહો,પ્રમાણિક માણસ બનો,
--તમે જે કરવાનું કહો છો તેમાં,
--અડીખમ રહી મક્કમતા થી કરો".

હું પંખીઓ ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"તમારી જાત ને કોઈ પણ
--વળગણ માંથી મુક્તિ બક્ષો,
--ખુબ ઉંચે સુધી ઉડો,અને ગીતો ગાઓ,

હું વાદળો ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"સર્જનાત્મક બનો,અભિવ્યક્ત થાઓ,
--હળવા અને આનંદિત બનો,
--રડવાનું મન થાય તો રડો."

હું આકાશ ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"ખુલ્લા રહો,
--સરહદો ને જતી કરો,"અમર્યાદિત બનો"
--અનુભવો બદલાતા રહે છે,તો અમાપ બનો

હું ફૂલોને અને નાના છોડવાઓને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--નમ્ર બનો, સરળ બનો,
--"સર્વ-સંપૂર્ણ" નો આગ્રહ છોડો,
--તમે જેમ છો,તેમ તમારી જાત ને સ્વીકારી ને ,
--તમારી જાત પર પ્રેમ રાખો.

હું ચંદ્ર ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--પ્રેમ ને રોમાંચક બનાવો, સ્પર્શ કરો,
--નિર્મળ વ્હાલ કરો,
--જીવનની "વધ-ઘટ" ને પણ માણો,

હું તારલાઓ ને સાંભળું છું અને.તેઓ પલકારો મારીને મને કહે છે,
--"રમો ,નાચો ,ને લ્હેર કરો ,
--જયારે "જરૂર" પડે ત્યારે,
--તરત જ તમારી "પોતાની" રોશની ફેલાવો,

હું ધરતી ને સાંભળું છું અને તે મને કહે છે,
--"હું તમારી માતા છું,
--તમારી ચારે બાજુ જે છે, તે બધાને આદર આપો,
--કારણ, "આપણે સૌ એક જ છીએ".
--તમે બધા બાળકો મારા છાતીસરસા જ છો,
--અને મને પણ તમારી સાથે "માનભેર " રાખજો.

જયારે.....
તમે મારી પાસે થાકીને પરત આવશો,ત્યારે હું તમને આવકારીશ.
અને તમારા "આત્મા " ને મુક્ત કરીશ


શુક્રવાર, ઑક્ટોબર 23, 2009

"ગ્લોબલ વોર્મિગ અને ગાંધીગીરી"

ગ્લોબલ વોર્મિગ સામે ગાંધીગીરીની વાત સાચી છે."માલદિવ" નામનો એક નાનકડો ટાપુ ભારતની દક્ષીણ દિશામાં છે. ગ્લોબલ વોર્મિગથી સૌથી પ્રથમ પ્રભાવિત માલદિવ જ થાશે.
પૃથ્વીની આસપાસ ઓઝોનવાયુનુ સ્તર આવેલુ છે.જે સુર્યના પરજાંબલી કિરણોને સીધા પૃથ્વી પર આવતા રોકે છે.પારજાંબલી કિરણો ખુબ જ વિનાશક હોય છે. પૃથ્વી પર વધતા જતા પ્રદુષણને કારણે ઓઝોન વાયુના સ્તરમા એક નાનકડુ ગાબડુ પડેલુ છે. અને પૃથ્વી પરના પ્રદુષણને કારણે તે ગાબડુ દિવસે ને દિવસે મોટુ થાતુ જાઈ છે. જેને કારણે સુર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવે છે અને પૃથ્વીના તાપમાનમાં વધારો થાઈ છે..આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં "ગ્રિનહાઉસ ઈફેક્ટ" કહેવામા આવે છે.જે ઘટના તમે નીચેની તસવીરમાં જોઈ શકો છો.
‘ગ્રિનહાઉસ ઈફેક્ટ’ના કારણે પૃથ્વીનુ તાપમાન સતત વધતુ જાઈ છે. જેને કારણે ધ્રુવ પ્રદેશના બરફના મેદાનો અને પર્વતો પિગળી રહ્યા છે. એક વૈજ્ઞાનિક તારણ મુજબ ગ્લેશિયર(બરફના પર્વત) આશરે દર વર્ષે ૧૧ કિ.મી જેટલા પીગળે છે.અને તેનુ પાણી સમુદ્રમાં સમાઈ છે.જેના કારણે સમુદ્રના પાણીનુ સ્તર ઉંચુ આવે છે.આ ઘટનાને "ગ્લોબલ વોર્મિગ" કહેવામાં આવે છે.IPCC ના એક રીપોર્ટ મુજબ સમુદ્રની સપાટી દર વર્ષે આશરે ૦.૯૦ સેન્ટીમીટર જેટલી ઊંચી આવે છે.તેની અસર આજે ઘણા ટાપુ પર દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિગ આજે બ્રેકિંગ ન્યુઝ બની ગયુ છે.જો સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયાના ન્યુયોર્ક,સીડની,લંડન,મુંબઈ જેવા મહાનગરો સમુદ્રમાં સમાઈ જાશે.વૈજ્ઞાનિક તારણૉ મુજબ સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયા નો ૧૦% ભાગ સમુદ્રમાં સમાઈ જાશે.

વધતા જતા પૃથ્વીના તાપમાનનો NASA દ્વારા સર્વે.નીચેની તસવીરમાં જોઈ શકાય છે.
ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે પર્યાવરણનો વિનાશ અને વધતુ જતુ પૃથ્વી પરનું પ્રદુષણ.
માલદિવ ૮૫ જેટલા નાના-મોટા ટાપુઓનો દેશ છે. ગ્લોબલ વોર્મિગના કારણે સૌ પ્રથમ માલદિવ સમુદ્રમાં ડુબી જશે.જેથી માલદિવ સરકાર દ્વારા ગાંધીગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.દુનિયાને ગ્લોબલ વોર્મિગ સામે આગાહ કરવામાં આવી હતી.માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિરે તેના ૧૪ કેબીનેટના મંત્રી સાથે સમુદ્રમાં કેબીનેટની મિટિંગનું આયોજન કર્યુ હતુ.સમુદ્રમાં જ તેઓ એક બીજા સાથે ઈશારાથી વાતચિત કરતા હતા અને રાષ્ટ્રપતિ દ્વારા એક ડોક્યુમેંટમા હસ્તાક્ષર પણ કરેલુ.મને ખબર છે કે ઘણા લોકો આ ઘટનાને હાસ્ય માને છે.પણ ખરેખર આ ગંભિર મુદ્દો છે.{{It's not a jock}}
દુનિયાને ગાંધીગીરીથી સાવચેત કરવાની કોશિશ હતી.
સંજોગની વાતતો એ છે કે આ આયોજન દિવાળીના દિવસોમાં જ કરવામાં આવ્યુ હતુ.
તેનો વિડીયો અહી જોઈ શકો છો.



શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2009

હવે કુદરત જાગી રહી છે ! મનવા


ક્યાક થાઈ છે અતિવૃષ્ટી ,તો ક્યાંક અનાવૃષ્ટી,
અરે મનવા ! તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?

જાગ મનવા નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી ધરાને ધ્રૂજાવતો ધરતીનો આક્રોશ ,
તો ક્યાંક,તે પણ જોયો હશે ને ? સમુદ્રનો આક્રોશ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી જંગલોમા ભભુકતો અગ્નિ નો તાંડવ,
તો ક્યાંક ! જ્વાળામુખી ના લાવારસનો તાંડવ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ચાલો ભાઈ તૈયાર થઈ ગયો વિનાશનો સામન,
અણુપરમાણુ લઈને આવ્યો મનુષ્ય સામસામે,

જાગ મનવા, નહીતર હવે કુદરત જગી રહી છે;


-રાજની ટાંક[૧૮-૦૯-૨૦૦૯]

[બચાવો કુદરતી સંપતિ]

સોમવાર, ઑગસ્ટ 24, 2009

મનુષ્યની મોજ અને કુદરતની વેદના


ચાલને એક પ્રાણીનો શિકાર કરી નાખુ
મારા પગનુ પગરખુ બની જાશે ,

પછી ભલેને કુદરતનુ આભુષણ ઉતરી જાઈ ?

ચાલને એક ઝાડ કાપી નાખુ ,
મારા ઘરનુ બારી-દરવાજા બની જાશે,

પછી ભલેને કુદરતનુ છાપરુ ઉડી જાઈ ?

ચાલને થોડુ જંગલ સાફ કરી નાખુ,
મારે રેહવા માટે ઘર બની જાશે,

પછી ભલેને પ્રાણીપક્ષી બેઘર થઈ જાઈ ?

ચાલને થોડુ પ્રદુષિત પાણી નદીમા નાખુ,
મારે એક મોજ-શોખની વસ્તુ બની જાશે,

પછી ભલેને નદીના નીરને બદલે અમી વહી જાઈ ?

ચાલને થોડુ માંસાહાર કરીલઈએ ,
મારી થોડીક ભુખ સંતોષાય જાશે,

પછી ભલેને કુદરતનુ પેટ ખાલીખમ થઈ જાઈ ?


-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]

ગુરુવાર, ઑગસ્ટ 20, 2009

"પ્ર્શ્ન પુછતી પૃથ્વી"



હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


ક્યા છે મારા નદીના ખડખડ વહેતા નીર ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તરઆપ,


ક્યા છે મારા અરણ્યનુ અદભુત સંગીત ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


ક્યા છે શીતળ પરોઢે ખીલતુ ફુલનુ છોડ ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


ક્યા છે મારુ પ્રાણીપક્ષીરુપી આભુષણ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


ક્યા છે મારા લીલાછમ વૃક્ષોની હારમાળા ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,

ક્યા છે આ બધુ ?ક્યા છે આ બધુ ?

હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


-રાજની ટાંક[૧૯-૦૮-૨૦૦૯]

[બચાવો કુદરતી સંપતિ]