જાગ રે માનવ જાગ,જાગ રે માનવ જાગ,
વૃક્ષો તો આગને પણ બનાવશે બાગ...જાગ રે માનવ જાગ...!
વન તો છે.કુદરતી સંપત્તિ,
દૂર કરશે આપણી વિપત્તિ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો આપશે ગુંદર - લાખ,
એ તો છે.સજીવ સૃષ્ટિની પાંખ...જાગ રે માનવ જાગ...!
જંગલો છે.તો લઈશું આપણે શ્વાસ,
બીજા તો કોની પર મુકીશું વિશ્વાસ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો છે.આપણા આંખ,નાક,કાન
વધારશે આપણા પર્યાવરણની મુસ્કાન...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો ઝુકીને પણ આપે ફળ,
માનવીના ઉદરને વળે છે.કળ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો કપાઈને પણ આપે સુગંધ,
તો ચાલો કરીએ વૃક્ષ છેદન બંધ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો આપશે ઔષધિ-મલમ,
કરીએ આપણે લાખો સલામ...જાગ રે માનવ જાગ...!
ન લાગવા દેશે પર્યાવરણને દાગ,
આવરણ હટાવી થઈ જા તું સજાગ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો ખેંચી લાવશે પાણી,
કિશોર કહે મારી છે,આકાશવાણી...જાગ રે માનવ જાગ...!