એમ જો તુ વરસે જેઠના વરસાદની જેમ, તો..!
કાળા મેઘ વાદળો પર ,વિજળીથી તારુ નામ લખું !
બહુરંગી ફૂલ તો હશે લાખો બગીચાઓમાં તો,
કાંટાઓની ચાદર પર ગુલાબથી તને પ્રેમપત્ર લખું !
એમ જો તું દરીયો બની ટકરાય ચટ્ટાનો પર ,
ઉછળતી લાગણીના મોજાઓથી તારો ચહેરો લખું !
પ્રણયની આ મૌસમમાં તું એક પ્રેમનો જામ ભરે ,
ચાલ તો હું'ય એક બીજી દેવદાસ લખું !
જો તુ મારી કવિતાને તારા કંઠેથી સૂર પૂરાવે ,
તો આલે લે, ચુમોતેર શબ્દોની કવિતા લખું !
- રજનીશ ટાંક ( 19/06/2021)