તમારી સુંદરતા કરતાં માસુમ પંખી કે પ્રાણીઓના જાનની કિંમત વધારે છે.
શુક્રવાર, ઑક્ટોબર 30, 2009
બુધવાર, ઑક્ટોબર 28, 2009
માછલી કહે વાત ન કર પાછલી...!
આપે મોકલી ફિસ,
પાછળ પાડે ચીસ...માછલી કહે વાત ન કર પાછલી...!
જો લાગે તમને ક્દી રીસ,
તો કરશો મને મિસ...માછલી કહે વાત ન કર પાછલી...!
મેં કહ્યું મળે એક ડિસ,
તો લઉ એક પીસ...માછલી કહે વાત ન કર પાછલી...!
સાગરને ઠપકો આપીશ,
મને કહે પછી તને મળીશ...માછલી કહે વાત ન કર પાછલી...!
જો મારુ કહેલું માનીશ,
તો મોતીના ભંડાર લાવીશ...માછલી કહે વાત ન કર પાછલી...!
છોડી દે ઉપર લખેલ ડિસ ને પીસ,
નહિ તો તને કરી દઈશ ડિસમિસ...માછલી કહે વાત ન કર પાછલી...!
મેસેજ હશે તો લખીશ,
પછી જ હું તો જંપીશ...માછલી કહે વાત ન કર પાછલી...!
કિશોરે કહ્યું તું નથી લાવારિસ,
તે હું આ જગતને કહીશ...માછલી કહે વાત ન કર પાછલી...!
____________
ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા શાળા,રાંદેરરોડ,સુરત-૯
સોમવાર, ઑક્ટોબર 26, 2009
"જાગ રે માનવ જાગ...! "
જાગ રે માનવ જાગ,જાગ રે માનવ જાગ,
વૃક્ષો તો આગને પણ બનાવશે બાગ...જાગ રે માનવ જાગ...!
વન તો છે.કુદરતી સંપત્તિ,
દૂર કરશે આપણી વિપત્તિ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો આપશે ગુંદર - લાખ,
એ તો છે.સજીવ સૃષ્ટિની પાંખ...જાગ રે માનવ જાગ...!
જંગલો છે.તો લઈશું આપણે શ્વાસ,
બીજા તો કોની પર મુકીશું વિશ્વાસ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો છે.આપણા આંખ,નાક,કાન
વધારશે આપણા પર્યાવરણની મુસ્કાન...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો ઝુકીને પણ આપે ફળ,
માનવીના ઉદરને વળે છે.કળ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો કપાઈને પણ આપે સુગંધ,
તો ચાલો કરીએ વૃક્ષ છેદન બંધ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો આપશે ઔષધિ-મલમ,
કરીએ આપણે લાખો સલામ...જાગ રે માનવ જાગ...!
ન લાગવા દેશે પર્યાવરણને દાગ,
આવરણ હટાવી થઈ જા તું સજાગ...જાગ રે માનવ જાગ...!
વૃક્ષો તો ખેંચી લાવશે પાણી,
કિશોર કહે મારી છે,આકાશવાણી...જાગ રે માનવ જાગ...!
શુક્રવાર, ઑક્ટોબર 23, 2009
"ગ્લોબલ વોર્મિગ અને ગાંધીગીરી"
પૃથ્વીની આસપાસ ઓઝોનવાયુનુ સ્તર આવેલુ છે.જે સુર્યના પરજાંબલી કિરણોને સીધા પૃથ્વી પર આવતા રોકે છે.પારજાંબલી કિરણો ખુબ જ વિનાશક હોય છે. પૃથ્વી પર વધતા જતા પ્રદુષણને કારણે ઓઝોન વાયુના સ્તરમા એક નાનકડુ ગાબડુ પડેલુ છે. અને પૃથ્વી પરના પ્રદુષણને કારણે તે ગાબડુ દિવસે ને દિવસે મોટુ થાતુ જાઈ છે. જેને કારણે સુર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવે છે અને પૃથ્વીના તાપમાનમાં વધારો થાઈ છે..આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં "ગ્રિનહાઉસ ઈફેક્ટ" કહેવામા આવે છે.જે ઘટના તમે નીચેની તસવીરમાં જોઈ શકો છો.
‘ગ્રિનહાઉસ ઈફેક્ટ’ના કારણે પૃથ્વીનુ તાપમાન સતત વધતુ જાઈ છે. જેને કારણે ધ્રુવ પ્રદેશના બરફના મેદાનો અને પર્વતો પિગળી રહ્યા છે. એક વૈજ્ઞાનિક તારણ મુજબ ગ્લેશિયર(બરફના પર્વત) આશરે દર વર્ષે ૧૧ કિ.મી જેટલા પીગળે છે.અને તેનુ પાણી સમુદ્રમાં સમાઈ છે.જેના કારણે સમુદ્રના પાણીનુ સ્તર ઉંચુ આવે છે.આ ઘટનાને "ગ્લોબલ વોર્મિગ" કહેવામાં આવે છે.IPCC ના એક રીપોર્ટ મુજબ સમુદ્રની સપાટી દર વર્ષે આશરે ૦.૯૦ સેન્ટીમીટર જેટલી ઊંચી આવે છે.તેની અસર આજે ઘણા ટાપુ પર દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિગ આજે બ્રેકિંગ ન્યુઝ બની ગયુ છે.જો સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયાના ન્યુયોર્ક,સીડની,લંડન,મુંબઈ જેવા મહાનગરો સમુદ્રમાં સમાઈ જાશે.વૈજ્ઞાનિક તારણૉ મુજબ સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયા નો ૧૦% ભાગ સમુદ્રમાં સમાઈ જાશે.વધતા જતા પૃથ્વીના તાપમાનનો NASA દ્વારા સર્વે.નીચેની તસવીરમાં જોઈ શકાય છે.
ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે પર્યાવરણનો વિનાશ અને વધતુ જતુ પૃથ્વી પરનું પ્રદુષણ.માલદિવ ૮૫ જેટલા નાના-મોટા ટાપુઓનો દેશ છે. ગ્લોબલ વોર્મિગના કારણે સૌ પ્રથમ માલદિવ સમુદ્રમાં ડુબી જશે.જેથી માલદિવ સરકાર દ્વારા ગાંધીગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.દુનિયાને ગ્લોબલ વોર્મિગ સામે આગાહ કરવામાં આવી હતી.માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિરે તેના ૧૪ કેબીનેટના મંત્રી સાથે સમુદ્રમાં કેબીનેટની મિટિંગનું આયોજન કર્યુ હતુ.સમુદ્રમાં જ તેઓ એક બીજા સાથે ઈશારાથી વાતચિત કરતા હતા અને રાષ્ટ્રપતિ દ્વારા એક ડોક્યુમેંટમા હસ્તાક્ષર પણ કરેલુ.મને ખબર છે કે ઘણા લોકો આ ઘટનાને હાસ્ય માને છે.પણ ખરેખર આ ગંભિર મુદ્દો છે.{{It's not a jock}}
દુનિયાને ગાંધીગીરીથી સાવચેત કરવાની કોશિશ હતી.
સંજોગની વાતતો એ છે કે આ આયોજન દિવાળીના દિવસોમાં જ કરવામાં આવ્યુ હતુ.
તેનો વિડીયો અહી જોઈ શકો છો.
બુધવાર, ઑક્ટોબર 07, 2009
છોડમાં જય રણછોડ...!
કરો વૃક્ષ વાવવાનો સંક્લ્પ,
એનો બીજો ન કોઇ વિક્લ્પ...છોડમાં જય રણછોડ...!
જાગ રે માનવી જાગ,
સરકાર કરે પ્રયત્ન અથાગ...છોડમાં જય રણછોડ...!
અમુલ્ય વૃક્ષો છે.સાગ,
બનાવશે જીવનને બાગ...છોડમાં જય રણછોડ...!
વૃક્ષોની લાવો જન જાગૃતિ,
આપણે છે.વૃક્ષોની પ્રતિકૃતિ...છોડમાં જય રણછોડ...!
ન થવા દેશે ક્દી પતન,
ઉગાડો વૃક્ષો સૌના વતન...છોડમાં જય રણછોડ...!
વૃક્ષોનું ન કરો છેદન,
થશે પર્યાવરણનું નિકંદન...છોડમાં જય રણછોડ...!
એ તો છે.કુદરતની દેન,
તેથી જ તો છે.વૃક્ષો સાચા ફ્રેન્ડ...છોડમાં જય રણછોડ...!
વૃક્ષો છે.આભુષણ,
દૂર કરે છે.પ્રદુષણ...છોડમાં જય રણછોડ...!
સિમેન્ટના જંગલો છોડો,
વૃક્ષોમાં તો છે.રણછોડ...છોડમાં જય રણછોડ...!
________
વૃક્ષ
વિચારો
ધોમ ધખતા તડકામાં હું ઊભો છું
વૃક્ષ બની
ફળ ને ફલ આપ્યા
છાયડો આપ્યો
ને મારી જાત આપી
તોય તે મારી ગરદન કાપી.
કવિશ્રી-ભરત સુચક
શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2009
હવે કુદરત જાગી રહી છે ! મનવા

ક્યાક થાઈ છે અતિવૃષ્ટી ,તો ક્યાંક અનાવૃષ્ટી,
અરે મનવા ! તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?
જાગ મનવા નહીતર હવે કુદરત જાગી રહી છે;
ક્યાંક વળી ધરાને ધ્રૂજાવતો ધરતીનો આક્રોશ ,
તો ક્યાંક,તે પણ જોયો હશે ને ? સમુદ્રનો આક્રોશ,
જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;
ક્યાંક વળી જંગલોમા ભભુકતો અગ્નિ નો તાંડવ,
તો ક્યાંક ! જ્વાળામુખી ના લાવારસનો તાંડવ,
જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;
ચાલો ભાઈ તૈયાર થઈ ગયો વિનાશનો સામન,
અણુપરમાણુ લઈને આવ્યો મનુષ્ય સામસામે,
જાગ મનવા, નહીતર હવે કુદરત જગી રહી છે;
-રાજની ટાંક[૧૮-૦૯-૨૦૦૯]
[બચાવો કુદરતી સંપતિ]
સોમવાર, સપ્ટેમ્બર 07, 2009
હુ , મારો કેમેરો અને સાવજ

હતો સમય એટલે નિકળી પડ્યા,હુ અને મારો કેમેરો
પહોચી ગયા, ગિરના જંગલોમા,હુ અને મારો કેમેરો
મુલાકાત થઈ ગઈ સાવજ સાથે ,મારી અને મારા કેમેરાની
સાવજ સાથે અંતરાત્માથી વાતો કરી, મે અને મારા કેમેરાએ
હાથ હલાવી ,પુછ્યુ મે અને તસ્વીર લઈને પુછ્યુ મારા કેમેરાએ
કેમ છે વનરાજાને ?ભયપ્રદ થઈગયો મારાથી અને મારા કેમેરાથી
કોણ છે તુ ? જાણે પુછ્યુ એણે ! મને અને મારા કેમેરાને
હુ તારો મિત્ર ! આંખોથી જવાબ આપ્યો, મે અને ઝુમ કરીને કેમેરાએ
બસ પછી પલાયન થઈ ગયો સાવજ, જોઈને,મને અને મારા કેમેરાને
કદાચ ઓળખી ગયો,કાળા માથાળા માનવી, મને અને મારા કેમેરાને
-રાજની ટાંક [૦૬-સપ્ટેમબર-૨૦૦૯]
[બચાવો કુદરતી સંપતિ]


સોમવાર, ઑગસ્ટ 24, 2009
મનુષ્યની મોજ અને કુદરતની વેદના

ચાલને એક પ્રાણીનો શિકાર કરી નાખુ
મારા પગનુ પગરખુ બની જાશે ,
પછી ભલેને કુદરતનુ આભુષણ ઉતરી જાઈ ?
ચાલને એક ઝાડ કાપી નાખુ ,
મારા ઘરનુ બારી-દરવાજા બની જાશે,
પછી ભલેને કુદરતનુ છાપરુ ઉડી જાઈ ?
ચાલને થોડુ જંગલ સાફ કરી નાખુ,
મારે રેહવા માટે ઘર બની જાશે,
પછી ભલેને પ્રાણીપક્ષી બેઘર થઈ જાઈ ?
ચાલને થોડુ પ્રદુષિત પાણી નદીમા નાખુ,
મારે એક મોજ-શોખની વસ્તુ બની જાશે,
પછી ભલેને નદીના નીરને બદલે અમી વહી જાઈ ?
ચાલને થોડુ માંસાહાર કરીલઈએ ,
મારી થોડીક ભુખ સંતોષાય જાશે,
પછી ભલેને કુદરતનુ પેટ ખાલીખમ થઈ જાઈ ?
-રાજની ટાંક
[બચાવો કુદરતી સંપતિ]