શુક્રવાર, જૂન 26, 2009

ભલે કહો તમે મને કાળો !


કાગડો છે કાળો,તોય મને તે વાહલો ;
ભલે હોય વર્તન માય કાળો, તોય મને તે વાહલો ,

એમ તો, કાનુડોય કાળો , તોય બધા ને તે વાહલો ;
ભલે તમે કહો વાણી માય કાળો, તોય મને તે વાહલો ,

વળી ક્યા છે માનવી ધોળો , તે પણ હૈયે થી કાળો-ધોળો ;
ભલે તમે કહો બુધ્ધી માય કાળો , તોય મને તે વાહલો ,

સરાદ મા કાગવાસ બોલો , પછી આવે તો ભગાડી મેલો ;
ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ,

ઘણા અવગુણો નો આ કાગડો , પણ એકજ ગુણ મા શાણો ;
કોયલ ના શિશુ ને આપે છે આશરો , તોય તમે કહો છો એને કાળો ?

ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ;
ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ,

-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]