શુક્રવાર, જૂન 26, 2009

બદલી ગઈ મારી જીંદગી


બદલી ગઈ આ મારી જીંદગી ,
બદલી આ જીંદગી એક પક્ષીએ ,

આજે પણ સ્મરણ છે એ ક્ષણ નુ ,
જ્યારે ઘાયલ થયુ હતુ એક પક્ષી ,

હતો એ મકરસંક્રાન્તી નો દીવસ ,
જ્યારે મૌત સામે લડતુ હતુ એક પક્ષી ,

જ્યારે મોજમસ્તી કરતો હતો માનવી ,
ત્યારે વેદનાથી પીડાતુ હતુ એક પક્ષી ,

જ્યારે પતંગ ઉડાવતો હતો માનવી ,
ત્યારે દોરીથી કપાઈ ગયુ એક પક્ષી ,

હુ પણ પથ્થર બની ને ઉભો હતો ,
જ્યારે તડફડીયા મારતુ હતુ એક પક્ષી ,

કહીજ ના કરી શક્યો હુ આ જીવ માટે ,
જ્યારે મરી ગયુ એક પક્ષી ,

પણ આજે દિવસ અલગ જ છે ,
હવે મારી સમક્ષ નહી મરે કોઇ પ્રાણીપક્ષી ,

હવે તો મારે સૌ ને કહેવુ છે ,
કે બચાવો આ મુંગા પ્રાણીપક્ષી .

-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]