શુક્રવાર, સપ્ટેમ્બર 18, 2009

હવે કુદરત જાગી રહી છે ! મનવા


ક્યાક થાઈ છે અતિવૃષ્ટી ,તો ક્યાંક અનાવૃષ્ટી,
અરે મનવા ! તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?

જાગ મનવા નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી ધરાને ધ્રૂજાવતો ધરતીનો આક્રોશ ,
તો ક્યાંક,તે પણ જોયો હશે ને ? સમુદ્રનો આક્રોશ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી જંગલોમા ભભુકતો અગ્નિ નો તાંડવ,
તો ક્યાંક ! જ્વાળામુખી ના લાવારસનો તાંડવ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ચાલો ભાઈ તૈયાર થઈ ગયો વિનાશનો સામન,
અણુપરમાણુ લઈને આવ્યો મનુષ્ય સામસામે,

જાગ મનવા, નહીતર હવે કુદરત જગી રહી છે;


-રાજની ટાંક[૧૮-૦૯-૨૦૦૯]

[બચાવો કુદરતી સંપતિ]

સોમવાર, સપ્ટેમ્બર 07, 2009

હુ , મારો કેમેરો અને સાવજ



હતો સમય એટલે નિકળી પડ્યા,હુ અને મારો કેમેરો
પહોચી ગયા, ગિરના જંગલોમા,હુ અને મારો કેમેરો

મુલાકાત થઈ ગઈ સાવજ સાથે ,મારી અને મારા કેમેરાની
સાવજ સાથે અંતરાત્માથી વાતો કરી, મે અને મારા કેમેરાએ

હાથ હલાવી ,પુછ્યુ મે અને તસ્વીર લઈને પુછ્યુ મારા કેમેરાએ
કેમ છે વનરાજાને ?ભયપ્રદ થઈગયો મારાથી અને મારા કેમેરાથી

કોણ છે તુ ? જાણે પુછ્યુ એણે ! મને અને મારા કેમેરાને
હુ તારો મિત્ર ! આંખોથી જવાબ આપ્યો, મે અને ઝુમ કરીને કેમેરાએ

બસ પછી પલાયન થઈ ગયો સાવજ, જોઈને,મને અને મારા કેમેરાને
કદાચ ઓળખી ગયો,કાળા માથાળા માનવી, મને અને મારા કેમેરાને

-રાજની ટાંક [૦૬-સપ્ટેમબર-૨૦૦૯]
[બચાવો કુદરતી સંપતિ]

Align Center

સોમવાર, ઑગસ્ટ 24, 2009

મનુષ્યની મોજ અને કુદરતની વેદના


ચાલને એક પ્રાણીનો શિકાર કરી નાખુ
મારા પગનુ પગરખુ બની જાશે ,

પછી ભલેને કુદરતનુ આભુષણ ઉતરી જાઈ ?

ચાલને એક ઝાડ કાપી નાખુ ,
મારા ઘરનુ બારી-દરવાજા બની જાશે,

પછી ભલેને કુદરતનુ છાપરુ ઉડી જાઈ ?

ચાલને થોડુ જંગલ સાફ કરી નાખુ,
મારે રેહવા માટે ઘર બની જાશે,

પછી ભલેને પ્રાણીપક્ષી બેઘર થઈ જાઈ ?

ચાલને થોડુ પ્રદુષિત પાણી નદીમા નાખુ,
મારે એક મોજ-શોખની વસ્તુ બની જાશે,

પછી ભલેને નદીના નીરને બદલે અમી વહી જાઈ ?

ચાલને થોડુ માંસાહાર કરીલઈએ ,
મારી થોડીક ભુખ સંતોષાય જાશે,

પછી ભલેને કુદરતનુ પેટ ખાલીખમ થઈ જાઈ ?


-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]

ગુરુવાર, ઑગસ્ટ 20, 2009

"પ્ર્શ્ન પુછતી પૃથ્વી"



હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


ક્યા છે મારા નદીના ખડખડ વહેતા નીર ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તરઆપ,


ક્યા છે મારા અરણ્યનુ અદભુત સંગીત ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


ક્યા છે શીતળ પરોઢે ખીલતુ ફુલનુ છોડ ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


ક્યા છે મારુ પ્રાણીપક્ષીરુપી આભુષણ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


ક્યા છે મારા લીલાછમ વૃક્ષોની હારમાળા ?
હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,

ક્યા છે આ બધુ ?ક્યા છે આ બધુ ?

હે માનવી ! પ્ર્શ્ન પુછતી આ પૃથ્વીને તુ ઉત્તર આપ,


-રાજની ટાંક[૧૯-૦૮-૨૦૦૯]

[બચાવો કુદરતી સંપતિ]

શનિવાર, જુલાઈ 04, 2009

પ્રાણીપક્ષીરૂપી વરસાદ




હાથીરૂપી મેઘરાજા સુંઢથી પિચકારી મારે છે ,
અરે !સાવજની જેમ દહાડ કરીને વરસે ,તો મજા આવે !

કાગડારૂપી વરસાદ " કા..કા " કરી ને ઉડી જાઈ છે ,
અરે ! મોરલા ની માફક " ટેહુ ટેહુ " કર્યાકરે, તો મજા આવે !

કાચબારૂપી વરસાદ ધીમે ધીમે વરસે છે ,
અરે !ચિત્તાની માફક ઝડપભેર વરસે , તો મજા આવે !

ચેતકરૂપી પુથ્વી ચાંચ ખોલી ને બેઠી છે,
અરે !વસંતની કોયલની જેમ ટહુકા કરે , તો મજા આવે !

"રજની" ના અંધકાર મા અટવાયેલા છે ધરતીના જીવો,
અરે ! વિજળીના બે-ત્રણ ચમકારા થાય, તો મજા આવે !

-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]



શુક્રવાર, જૂન 26, 2009

ભલે કહો તમે મને કાળો !


કાગડો છે કાળો,તોય મને તે વાહલો ;
ભલે હોય વર્તન માય કાળો, તોય મને તે વાહલો ,

એમ તો, કાનુડોય કાળો , તોય બધા ને તે વાહલો ;
ભલે તમે કહો વાણી માય કાળો, તોય મને તે વાહલો ,

વળી ક્યા છે માનવી ધોળો , તે પણ હૈયે થી કાળો-ધોળો ;
ભલે તમે કહો બુધ્ધી માય કાળો , તોય મને તે વાહલો ,

સરાદ મા કાગવાસ બોલો , પછી આવે તો ભગાડી મેલો ;
ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ,

ઘણા અવગુણો નો આ કાગડો , પણ એકજ ગુણ મા શાણો ;
કોયલ ના શિશુ ને આપે છે આશરો , તોય તમે કહો છો એને કાળો ?

ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ;
ભલે તમે કહો એને કાળો ,તોય મને તે વાહલો ,

-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]


બદલી ગઈ મારી જીંદગી


બદલી ગઈ આ મારી જીંદગી ,
બદલી આ જીંદગી એક પક્ષીએ ,

આજે પણ સ્મરણ છે એ ક્ષણ નુ ,
જ્યારે ઘાયલ થયુ હતુ એક પક્ષી ,

હતો એ મકરસંક્રાન્તી નો દીવસ ,
જ્યારે મૌત સામે લડતુ હતુ એક પક્ષી ,

જ્યારે મોજમસ્તી કરતો હતો માનવી ,
ત્યારે વેદનાથી પીડાતુ હતુ એક પક્ષી ,

જ્યારે પતંગ ઉડાવતો હતો માનવી ,
ત્યારે દોરીથી કપાઈ ગયુ એક પક્ષી ,

હુ પણ પથ્થર બની ને ઉભો હતો ,
જ્યારે તડફડીયા મારતુ હતુ એક પક્ષી ,

કહીજ ના કરી શક્યો હુ આ જીવ માટે ,
જ્યારે મરી ગયુ એક પક્ષી ,

પણ આજે દિવસ અલગ જ છે ,
હવે મારી સમક્ષ નહી મરે કોઇ પ્રાણીપક્ષી ,

હવે તો મારે સૌ ને કહેવુ છે ,
કે બચાવો આ મુંગા પ્રાણીપક્ષી .

-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]


જો હુ એક પ્રાણીપક્ષી હોત ?


હુ આકાશ મા ઉંચે ઉડ્યો હોત ;
પણ જો હુ એક પક્ષી હોત ,

હુ સાગર ના ભોયતળિયે પોહચ્યો હોત ;
પણ જો હુ એક સમુંદ્રી જિવ હોત ,


હુ પણ જંગલ ના કલરવ નો એક અવાજ હોત ;
પણ જો હુ એક વન્ય જિવ હોત ,


હુ પણ વિશાળ રણ નુ એક વાહન હોત ;
પણ જો હુ એક રણ નુ પ્રાણી હોત ,


હુ આજે જિવીત ના હોત ;
પણ જો આજે પ્રાણીસ્રુષ્ટિ ના હોત ,

-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]


વન્યજીવો નો ઋણી હુ




ગળા ઉપર હળ નો ભાર ઉઠાવી ,ધાન્ય આપ્યુ જેણે અમને ,
એ બળદે મને ઋણી રાખ્યો ,

ભલે આપતા હોય ચારો એમને ,પણ દુધ આપ્યુ જેણે અમને,
એ ગાય-ભેસે મને ઋણી રાખ્યો ,

રણ મા ગાડી પણ ના ચાલે ,ત્યારે ઊંટે મને સફર કરાવી ,
એ ઊંટે મને ઋણી રાખ્યો ,

ઘણુ માખણ ચોરીને ખાધુ ,એ કાળીયા ઠાકોરે ,
એ સુદર્શનચક્રધારી ને ગાયો એ ઋણી રાખ્યા,

અરે મિત્રો ! હુતો એક તુચ્છ માનવી ,જેની સેના મા હતા વન્યજીવો,
એ મારા રામનેય વન્યજીવોએ ઋણી રાખ્યા.

-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]